શિવસેનાએ સામનામાં ઉઠાવ્યા સવાલ, 'કાશ્મીરમાં બધુ ઠીક નથી, જવાનોનું લોહી વહી રહ્યું છે'

શિવસેનાના મુખપત્ર સામનામાં કાશ્મીરમાં જવાનોની શહાદતને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યાં છે. આ સાથે કેન્દ્ર સામે કાશ્મીરના હાલાતને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 

શિવસેનાએ સામનામાં ઉઠાવ્યા સવાલ, 'કાશ્મીરમાં બધુ ઠીક નથી, જવાનોનું લોહી વહી રહ્યું છે'

મુંબઈ: શિવસેના (Shivsena) ના મુખપત્ર સામનામાં કાશ્મીર (Kashmir) માં જવાનોની શહાદતને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યાં છે. આ સાથે કેન્દ્ર સામે કાશ્મીરના હાલાતને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 'સામનામાં 'કાશ્મીરમાં રક્તપાત મહારાષ્ટ્રમાં આક્રોશ' મથાળા હેઠળ લખાયેલા સંપાદકીયમાં કહેવાયું છે કે કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત સારી નથી થઈ. સાતારાના જવાન સંદીપ સાવંત કાશ્મીરમાં શહીદ થયા. નૌશેરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સંદીપ સાવંત સહિત બે જવાનો શહીદ થયા. ગત એક મહિનામાં મહારાષ્ટ્રના સાત-આઠ જવાનો શહીદ થયાં. આ માટે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી જવાબદાર નથી. એ સમજી લેવું જોઈએ.'

સંપાદકીયમાં કહેવાયું છે કે 'વાંરવાર કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ આ કેટલું સાચું છે? કલમ 370 હટાવી એ સારું થયું. આ અગાઉ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક થઈ. પરંતુ આટલું બધુ કરવા છતાં કાશ્મીરની પરિસ્થિતિમાં શું ફેરફાર આવ્યો? આતંકવાદી હુમલા ચાલુ જ છે. પરંતુ તેના સમાચારો આપવા પર નિયંત્રણ છે. બંદૂકોનો શોર થમ્યો નથી. ફક્ત શોરને આનંદનો ચિત્કાર ગણાવવામાં આવી રહ્યો છે.'

લેખમાં એ પણ કહેવાયું છે કે 'કાશ્મીરમાં સંચાર સેવાઓ શરૂ થઈ નથી. ત્યાં 31 ડિસેમ્બરની મધ્યરાત્રીએતી એસએમએસ સેવાઓ શરૂ કરાઈ. પરંતુ ઈન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે. 5 ઓગસ્ટના રોજ કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે તે સમજવું પડશે. અથડામણમાં ફક્ત આપણા જવાનો શહીદ થયાં તેની સૂચનાઓ મળે છે. જવાનોના ત્રિરંગામાં લપટાયેલા પાર્થિવ શરીર તેમના ગામ મોકલવાની પ્રથા છે નહીં તો તેમના શહીદ થવાના અહેવાલો પણ દબાવી દેવામાં આવત.' 

જુઓ LIVE TV

સંપાદકીયમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે 'કાશ્મીરની સરહદ પર જે પ્રકારે જવાનોનું લોહી વહી રહ્યું છે તેનો સીધો અર્થ એ છે કે કાશ્મીરમાં બધુ ઠીક નથી અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદ તથા ઘૂસણખોરી અટકી નથી. આમ છતાં સર્જિકલ સ્ટ્રાઈકનું રાજકારણ 'ટામ-ટૂમ' કરવાનો પ્રયત્ન કરાયો. બાલાકોટ હુમલામાં પણ આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કરવાને લઈને એક દેશવાસી તરીકે આપણે વિશ્વાસ રાખવો જોઈએ. પરંતુ તે જગ્યાએ ફરીથી નવા ઠેકાણા બનવાથી હિન્દુસ્તાન વિરોધી કાર્યવાહીઓને બળ મળવા લાગ્યું છે, તેને પણ નકારી શકાય નહીં.'

'સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનનું મગજ ઠેકાણે લાવવાની વાત કહીને સરકારે ખુબ શેખી મારી. પરંતુ પાકિસ્તાનની વાંકી પૂંછડી સીધી થઈ ખરી? ઉલ્ટુ નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી રોજેરોજ સીઝફાયરનો ભંગ થઈ રહ્યો છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news